ડ્રાઈવીંગ સિમ્યુલેટર્સ :
ડ્રાઈવીંગ સિમ્યુલેટર્સ
- વાહન ડ્રાઈવીંગ શીખવા માટે સિમ્યુલેટર્સ એ પર્યાવરણનું મિત્ર, કુદરતી સ્ત્રોતોની જાળવણી કરનાર તથા પ્રદૂષણ અટકાવનાર છે. જે ઈંધણ, રોજિંદા કામકાજમાં જાળવણી તથા નિભાવણી, ઔષધિઓની જરૂરિયાતોને કારણે થતી માનવ કામકાજના દિવસોમાં થતાં સામાજિક આર્થિક નુકસાન અને જાનહાનિની અસરોથી બચાવતું મશીન છે.
- આ મશીન અભ્યાસ અંગે ઉભું કરવામાં આવેલ, માળખાકીય ચિત્રનું આબેહૂબ વાતાવરણ ઉભું કરે છે. જયાં ટ્ર્રેનીંગ મેળવનાર ડ્રાઈવર તેની ક્ષમતા અનુસાર પ્રશિક્ષકની દેખરેખ હેઠળ ડ્રાઈવીંગની તાલીમ મેળવી શકે છે. સિમ્યુલેટર્સ એ એકબીજાના સહવાસથી ઉભી કરવામાં આવેલી કાલ્પનિક વ્યવસ્થા છે. જેમાં વાસ્તવિક જીવનમાં આવતાં તમામ પ્રકારના પરીબળોને ધ્યાનમાં લઈ ડ્રાઈવીંગ અંગેની આબેહૂબ પદ્ધતિ છે. સિમ્યુલેટર્સ દ્વારા ડ્રાઈવર દ્વારા થતી ભૂલો તથા નુકસાનને કોમ્પયુટરના મોનીટર પર જોઈ શકાય છે તેમજ દાર્શનિક આબેહૂબ ચિત્ર સાથે અનુરૂપ અવાજ તાલીમની ડ્રાઈવરની પ્રતિક્રિયાઓ જોઈ શકાય છે.
- સિમ્યુલેટર્સ દ્વારા એકી સાથે ઘણાં બધાં તાલીમાર્થેઓને ઉચ્ચ કક્ષાની તાલીમ આપી શકાય છે તથા આબેહૂબ વાતાવરણથી તાલીમની નિપૂણતા, પરિપકવતા તથા તેનાથી થતી ભૂલોથી શીખી શકાય છે. આ સિમ્યુલેટર્સ દ્વારા લાઈટ, મીડીયમ તથા ભારે વાહનોના ડ્રાઈવીંગથી માંડીને બહારની તમામ પરિસ્થિતિઓની મૂળભૂત તથા આધુનિક તાલીમનો સમાવેશ થાય છે.
રાત્રિના સમયે ડ્રાઈવીંગ
- પોલીસ આધુનિકીકરણ અને વિસ્તૃતિકરણ યોજના અંતર્ગત પોલીસ ખાતાના મોટર વાહન વિભાગમાં ખરીદવામાં આવનાર નવીન સાધનોની જરૂરિયાત અન્વયે શહેર/જિલ્લા/યુનિટોના એમ.ટી. વિભાગ તથા મધ્યસ્થ એમ.ટી. વર્કશોપની કામગીરીને બનાવવા આધુનિક તથા અતિ આધુનિક એવા સાધનોની જરૂરિયાતોને પહોંચી વળવાનું આયોજન કરવામાં આવેલ છે.
- સિમ્યુલેટર્સ દ્વારા પ્રાથમિક ડ્રાઈવીંગની નિપૂણતા મેળવવા માટે ટ્રાફીકમાં, શહેર તથા ગ્રામ્ય રસ્તાઓ ઉપર અકસ્માતથી બચાવ અંગેની તાલીમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વાહનની યાંત્રિક રચના તથા કટોકટી(Emergency) પરિસ્થિતિમાં કેવી રીતે સામનો કરવો તથા કેવા ફેરફારોની જરૂરિયાત અંગે કૌશલ્ય પૂરું પાડે છે.
(૧) વાહન ઉપરના કંટ્રોલ
સંબંધી
|
(૯) ગતિ જાળવી રાખવા
|
(૨) કંટ્રોલ અંગે
પ્રતિભાવ
|
(૧૦) ગતિ ઘટાડવા
|
(૩)
ડ્રાઈવીંગ શરૂ કરતાં અગાઉના મુદ્દાઓની
ચકાસણી
|
(૧૧) પ્રતિભાવ દૂરી (Response
Distance)
|
(૪) સ્ટીયરીંગ પકડવા અંગે
|
(૧૨) વાહન ઉભું રાખવા
જરૂરી અંતર
|
(૫) વાહન ચાલુ કરવા તથા ઉભું રાખવા અંગે
|
(૧૩) ગીયર બદલવા
|
(૬) વળાંક વખતે સ્ટીયરીંગ પરિસ્થિતિ વિશે
|
(૧૪) સીધા તથા વળાંક વાળી જગ્યાએ વાહન ચલાવવા માટે
|
(૭) વાહનના નિરીક્ષણ
અંગે
|
(૧૫) વાહન પાર્કીંગ
|
(૮) ગતિ અંગે
|
(૧૬) વાહન ચાલક તરીકે
રાત્રિના સમયે કાચા તથા ઉબડ ખાબડ રસ્તાઓ, પર્વત ચઢાણ,
ઉતરાણ, નીચાણવાળા વિસ્તારો, વિવિધ પ્રકારના રોડ જેવા કે સૂકી- ભીની, બરફવાળી સપાટીમાં
તથા કટોકટી સમયે વાહન કેવીરીતે ચલાવી શકાય તેની સંપૂર્ણ તાલીમ આપે છે.
|
0 comments:
Post a Comment