ઉપગ્રહ સંદેશાવ્યવહાર (POLNET – VSAT COMMUNICATION):
શહેર/જીલ્લા ના મુખ્યમથકને વીસેટ (VSAT) ટર્મિનલથી પોલીસ સ્ટેશનોમાં માર્ટ (MART) સિસ્ટમ દ્વ્રારા લિંક આપવામાં આવેલ છે. આ યોજના કેન્દ્ર સરકારની હોવાથી તેનુ જાળવણીનો ખર્ચ કેન્દ્ર સરકાર આપે છે. આ સિસ્ટમમાં વોઇસ,ડેટા અને ફેક્સ દ્વ્રારા સંદેશાની આપલે થઇ શકે છે.
ગુજરાત સ્ટેટ વાઇડ એરીયા નેટવર્ક (જીસ્વાન)
ગુજરાત સ્ટેટ વાઇડ એરીયા નેટવર્ક (GSWAN ) મારફતે જીલ્લાના મુખ્ય મથકને કોમ્પ્યૂટર દ્વ્રારા ગાંધીનગર હેડ-ક્વાટર સાથે જોડાણ કરવામાં આવેલ છે. જીસ્વાન નેટવર્ક વર્ષ-૨૦૦૪ થી કાર્યરત કરવામાં આવેલ છે.
આ પધ્ધતિ આવ્યા બાદ ટેલીપ્રીન્ટર (T.P.) નેટવર્ક બંધ કરી દેવામાં આવેલ. તમામ જીલ્લાને એકબીજા સાથે વોઇસ, ડેટા, અને વિડીયો માધ્યમથી જોડાણ કરવામાં આવેલ છે જેમાં મેસેજને સ્કેન કરીને , એટેચ ફાઇલ બનાવીને જે તે એડ્રેસીને પહોચાડી શકાય છે. આ પદ્ધતિમાં દરેક શહેર/જીલ્લા કન્ટ્રોલ રૂમને તેમના ઇ-મેલ એડ્રેસ આપવામાં આવેલ હોવાથી સંદેશાની આપલે ખુબજ ઝડપી બની છે.

0 comments:
Post a Comment