Monitoring Control - Technical Services

સ્ટેટ ઇન્ટરનલ મોનિટરીંગ સ્ટેશન અને કંટ્રોલ

       અધિક પોલીસ મહાનિદેશક અને કમિશ્નરની કચેરી, ખાતે કાર્યરત સ્ટેટ ઇન્ટરનલ મોનિટરીંગ સ્ટેશન અને કંટ્રોલ, એ એક કંટ્રોલરૂમ તરીકે રાઉન્ડ ધ ક્લોક સતત ૨૪ કલાક કામ કરતી કચેરી છે.   આ કંટ્રોલરૂમ ખાતેથી કચેરીને લગતાં તમામ વહિવટી પત્રો/હુકમો/જરૂરી આદેશોને  સમય મર્યાદામાં ફેક્ષ મારફતે ગુજરાત રાજ્યના તમામ જીલ્લા/શહેર/યુનિટ ના પોલીસ કંટ્રોલરૂમ સાથે  સીધા  સંપર્કમાં રહી તાત્કાલીક ફેક્ષ મારફતે સંદેશાઓને રવાના કરવામાં આવે છે. 

            તે ઉપરાંત જીલ્લા કક્ષાએ થતાં વી.વી.આઇ.પી./ધાર્મિક બદોબસ્તો માટે  અત્રેની કચેરી મારફતે થતાં બદોબસ્તો ના સ્ટાફ/વાયરલેસ સાધનોના જરૂરી સંદેશાઓ સમય મર્યાદામાં જે-તે જીલ્લા/શહેર/યુનિટ ના પોલીસ કંટ્રોલરૂમ ને ફેક્ષ મારફતે રવાના કરી જીલ્લાના પોલીસ વાયરલેસ ઇન્સ/ સબ ઇન્સ.શ્રીઓને જાણ કરવામાં આવે છે.

           સ્ટેટ ઇન્ટરનલ મોનિટરીંગ સ્ટેશન અને કંટ્રોલ ખાતેથી ગુજરાત રાજ્યના તમામ જીલ્લા/ શહેર/યુનિટ ના એચ.એફ. વાયરલેસ કંટ્રોલ ઉપર  લેવામાં આવતાં એચ.એફ.આર.ટી./ એચ.એફ કોલ નું મોનીટરીંગ કરવામાં આવે છે. અને વોચ રાખવામાં આવે છે કે ક્યાં સ્ટેશનો કેટલા સમયે  ઓનએર આવેલ છે અને જે તે જીલ્લાની તે સમયની સ્થિતી ખેરીયત છે. તેની નોંધ લેવામાં આવે છે.


સ્ટેટ ઇન્ટરનલ મોનિટરીંગ સ્ટેશન અને કંટ્રોલ ખાતેથી સમગ્ર વાયરલેસ/એમ.ટી વિભાગની કચેરીના સરકારી વાહનો ડ્રાઇવરો તેમજ વધારાના ડ્રાઇવરોને સમય મુજબ કામગીરીની ફાળવણી કરવામાં આવે છે.          

          .     

0 comments:

Post a Comment