Wireless Department


ગુજરાત પોલીસ સંદેશા વ્યવહાર :
ટુંકો પરીચય  :-

  • આજના આઘુનિક યુગમાં સંદેશાવ્યવહારનો મહત્તમ ઉપયોગ વ્યક્તિ, વિભાગ કે સરકાર દ્વ્રારા કરવામા આવે તેવી રીતે ગુજરાત પોલીસ પણ વાયરલેસ સંદેશાવ્યવહારનો મહત્તમ ઉપયોગ કરે છે.
  • અત્યાર સુધી કેટલાય વી.વી.આઈ.પી તેમજ લોકસભા અને વિધાનસભા બંદોબસ્તમાં પણ વી.એચ.એફ સંદેશાવ્યવહારનો ઉપયોગ કરવામાં આવતો રહ્યો છે. વિશેષમાં અતિ સંવેદનશીલ એવા રથયાત્રા તેમજ મોહરમ જેવા બંદોબસ્તમાં કાયદો અને વ્યવસ્થાની જાણવણી માટે પણ પોલીસ સંદેશાવ્યવહાર ઘણો જ અગત્યનો ભાગ ભજવે છે. 
  • વધુમાં ધરતીકંપ, વાવાઝોડુ, સુનામી જેવી કુદરતી આફતો સમયે જ્યારે તમામ સંદેશાવ્યવહાર ઠપ થઇ જતા હોય ત્યારે એચ.એફ સંદેશાવ્યવહારના સાધનોને કલાકમા ઇસ્ટોલ કરી સંદેશાવ્યવહાર પ્રસ્થાપિત કરવામા આવે છે. આ એચ.એફ પદ્ધતિ દેશમાં કોઇપણ જગ્યાએ સંદેશાવ્યવહાર કરવા સક્ષમ છે.
  • તદ્દઉપરાંત પોલીસ વાયરલેસ વિભાગ દ્વારા દર વર્ષે રાજ્યના સિંચાઈ વિભાગના તમામ ડેમ ઉપર વી.એચ.એફ. વાયરલેસ સેટ પુરની ચેતવણીના ભાગરૂપે લગાવવામાં આવે છે.
  • આમ સંદેશાવ્યવહાર વિભાગ દ્વ્રારા અત્યાર સુધીમાં જે સંદેશાવ્યવહાર પદ્ધતિ ઉપયોગ કરવામાં આવે છે તે નીચે મુજબની છે :
  1. એચ.એફ. સંદેશા વ્યવહાર
  2. વી.એચ.એફ. સંદેશા વ્યવહાર
  3. યુ.એચ.એફ. સંદેશા વ્યવહાર
  4. ઉપગ્રહ સંદેશાવ્યવહાર (POLNET)
  5. ગુજરાત સ્ટેટ વાઇડ એરીયા નેટવર્ક (જીસ્વાન)













    0 comments:

    Post a Comment